Browsed by
Tag: વ્યંગ

વ્યંગ અને કટાક્ષ શૈલીમાં વ્યાખ્યાઓ

વ્યંગ અને કટાક્ષ શૈલીમાં વ્યાખ્યાઓ

ચંદ્રકાન્ત બક્ષી ની વ્યંગ અને કટાક્ષ શૈલીમાં લખાયેલી કેટલીક વ્યાખ્યાઓ:
ભણેલો :- જે 1 મિનીટમાં ઉંચા અવાજે 30 અને મનમાં 35 શબ્દો વાંચી શકે પણ સમજ્યો કૈં ના હોય
પતિ:- પ્રેમીમાંંથી પ્રેમ કાઢી લીધાં પછી જે બાકી રહ્યુ તે
મિટિંગ :- જયાં ‘મિનિટસ’ સચવાય છે.. કલાકો બગાડીને..
શિસ્ત :- શરીર ની ઇચ્છા વિરૂદ્ધ ફક્ત સંકલ્પના જોરે શરીર પાસે કરાવાતું વઇતરું
કાયદો :- કરોળિયા નું એવું જાળું… જે ફક્ત નાના જીવડાં જ ફસાવી શકે
સલાહકાર :- જે તમામ વસ્તુ કેમ કરવી તેની સલાહ આપે પણ પોતાની સાયકલ પણ સીધી પાર્ક ના કરી શક્તો હોય
ગુજરાતી :- એવી પ્રજા જેને માત્ર ‘શુભ’ ઉપર વિશ્વાસ નથી, સાથે ‘લાભ’ પણ જોઇયે
શેરબજાર :- એવું જાદુઈ બજાર જે આપણે ખરીદીએ પછી પડી જાય અને વેચીએ પછી વધી જાય
દારૂબંધી :- જયાં દારૂ બોટલ નાં બદલે પીપ માં મળે એવી રાજ્ય વ્યવસ્થા!!!
બુદ્ધિજીવી :- જે ચર્ચા કરતો હોય ત્યારે સામે વાળો તો ના સમજે પણ પોતેંય કાંઇ નાં સમજતો હોય 
રસોડું :- એવો રહસ્યપ્રદેશ જેની અંદર ની ભૂગોળ બદલાતી રહે અને પુરુષ મૃત્યુ શુઘી સમજી જ ન શકે
આદર્શ પતિ :- ઘરમાં કલર ટીવી હોવાં છતા રેડિયો FM ઉપર જુના ગીતો સાંભળ્યા કરતું પ્રાણી!!