Browsed by
Tag: વિદ્યાર્થી

ચોરી

ચોરી

“સર, ઓળખ્યો મને? હું વિશ્વાસ! તમારો ચાળીસ વર્ષ પહેલાંનો વિદ્યાર્થી!”
“ના, રે! હવે બરોબર દેખાતું પણ નથી, અને આજકાલ યાદ પણ નથી રહેતું. પણ એ વાત જવા દે, તું કહે, શું કરે છે આજકાલ?”
“સર, હું પણ તમારી જેમ જ શિક્ષક થયો છું.”
“અરે વાહ! ખરેખર? પણ શિક્ષકોના પગાર તો કેટલા ઓછા હોય છે! તને વળી શિક્ષક થવાનું ક્યાંથી સૂઝ્યું?”
“સર, તમને કદાચ યાદ હશે, આપણા વર્ગનો ત્યારનો આ પ્રસંગ… જેમાંથી તમે મને બચાવ્યો હતો. બસ, ત્યારથી જ મેં તમારા જેવા જ શિક્ષક બનવાનું નક્કી કર્યું હતું.”
“એમ? એવું તે શું બન્યું હતું આપણા વર્ગમાં?”
“સર, આપણા વર્ગમાં અક્ષય નામનો એક પૈસાદાર ઘરનો છોકરો હતો. એક દિવસ તે કાંડા ઘડિયાળ પહેરીને શાળાએ આવ્યો હતો. અમારામાંથી કોઈ પાસે ત્યારે કાંડા ઘડિયાળ ન હતી. મને તે ઘડિયાળ ચોરી લેવાની ઈચ્છા થઈ. રમતગમત ના સમયે મેં જોયું કે તેણે કાંડા ઘડિયાળ કાઢીને કંપાસ બોકસમાં મૂકી. બસ, યોગ્ય મોકો જોઈને મેં તે ઘડિયાળ ખિસ્સામાં મૂકી દીધી. એ પછી તરત જ તમારો વર્ગ હતો. તમે વર્ગમાં આવ્યા કે તરત અક્ષયે તમારી પાસે તેની ઘડિયાળ ચોરાઈ હોવાની ફરિયાદ કરી.
સહુથી પહેલાં તો તમે વર્ગનું બારણું અંદરથી બંધ કર્યું. પછી બોલ્યા, ” જે કોઈએ ઘડિયાળ લીધી હોય, તે પાછી આપી દે. હું તેને કંઈ સજા નહીં કરું.” મારી હિંમત ન થઈ કારણ કે એ ચોરેલી ઘડિયાળ મેં પાછી આપી હોત તો જિંદગીભર બધાંએ મને ચોર તરીકે હડધૂત કર્યો હોત.
પછી તમે કહ્યું, “બધા એક લાઈનમાં ઊભા રહો અને આંખો મીંચી દો. હવે હું બધાંનાં ખિસ્સાં તપાસીશ. પણ બધાંનાં ખિસ્સાં તપાસાઈ જાય ત્યાં સુધી કોઈએ પોતાની આંખ ખોલવી નહીં.
તમે એક એક ખિસ્સું તપાસતા, મારી નજીક આવ્યા. મારી છાતીમાં ધબકારા વધી ગયા. તમે મારા ખિસ્સામાંથી ઘડિયાળ કાઢી, પણ છતાં, બાકીના બધા વિદ્યાર્થીઓનાં ખિસ્સાં પણ તમે તપાસ્યાં અને પછી અમને સહુને આંખો ઉઘાડવા જણાવ્યું.
તમે એ ઘડિયાળ અક્ષયને આપી અને કહ્યું, “બેટા, હવે પછી ઘડિયાળ પહેરીને વર્ગમાં ન આવતો.” પછી ઉમેર્યું,” અને જેણે કોઈએ એ લીધી હતી, તેણે ફરી આવું ખોટું કામ કરવું નહીં.” બસ, પછી તમે રાબેતા મુજબ શીખવવાનું કામ શરૂ કરી દીધું. ત્યારે તો નહીં જ, પણ ત્યાર બાદ મેં શાળાંત પરીક્ષા પાસ કરીને શાળા છોડી ત્યાં સુધી ક્યારેય ન તમે મારી ચોરીનો ઉલ્લેખ કર્યો, ન એ તમારા વર્તનમાં બતાવ્યું! સર, આજે પણ તે યાદ કરીને મારી આંખો ભરાઈ આવે છે. બસ, ત્યારથી જ મેં નક્કી કર્યું હતું કે તમારા જેવો જ શિક્ષક બનીશ – અને જુઓ, બન્યો પણ ખરો!”
“અરે… હા, હા! મને યાદ છે એ ઘટના! પણ મને આ ક્ષણ સુધી ખબર ન હતી કે એ ઘડિયાળ મેં તારા ખિસ્સામાંથી કાઢી હતી… કારણ કે તમારાં ખિસ્સાં તપાસાઇ ન જાય ત્યાં સુધી મેં પણ મારી આંખો બંધ રાખી હતી.”

(નીલેશ સાઠે ના મૂળ મરાઠી લખાણ પરથી મુકુલ વોરા નું ભાષાંતર)

ખાનગી શાળાઓ અને શિક્ષણ

ખાનગી શાળાઓ અને શિક્ષણ

માર્ચ માસથી શહેરોના હોર્ડિંગ્સ ઉપર “ખાનગી શાળા” ની જાહેરાતોની વસંત ખીલશે. ”હનીમૂન” અને “હનુમાન” શબ્દ વચ્ચેનો ભેદ ન પારખી શકનારા સંચાલકો જાહેર ખબરો માટે નાણાં કોથળી છૂટી મૂકી દેશે.

પ્રોફેશનલ્સ કેમેરામેનો પાસે સ્ટુડિયોમાં બાળકોને ગોઠવી નાઈસ નાઈસ ઈમેજીસ બનાવી છટકા ગોઠવશે.

જાહેરાતમાં બધું જ લખશે, સિવાય કે “ફીની વિગત”
મગજને લીલુંછમ કરી, હ્રદયને ઉજ્જડ બનાવી દેતી કેટલીક સ્કૂલો છે !

વેદના તો જુઓ, બાળકની છાતીએ આઈકાર્ડ લટકે છે પણ તેની પોતાની “ ઓળખ” ગુમાવી ચૂક્યો છે. તે સ્ટુડન્ટ નથી રહ્યો, રનર બની ગયો છે, રનર.

“લીટલ યુસેન બોલ્ટ” ઓફ એજ્યુકેશન સિસ્ટમ્સ. ૧૫ કી.મી.નું અપડાઉન કરીને થાકી જતાં વડીલો બાળકને ઘરથી ૨૦ કી.મી. દૂરની શાળામાં ભણવા મોકલે છે !

પેલા પાંડવોને મૂર્છીત કરી દેનાર યક્ષને કહો કે આને પૃથ્વી પરનું સૌથી મોટું આશ્ચર્ય કહેવાય ! વળી, પેલા જાહેરાતના બોર્ડ પર પણ ક્યાં લખે છે કે દફતરનું વજન કેટલાં કિલો હશે ???

ગુજરાતનો એક સર્વે કહે છે કે, શહેરમાં છેલ્લાં ૧૦ વર્ષમાં પ્રતિ બાળક ભણાવવાના ખર્ચમાં ૧૫૦% નો વધારો થયો છે.

દેશના મધ્યમ વર્ગમાં “નસબંધી” કરતાં “શિક્ષણખર્ચ” ના કારણે વસ્તી વધારાનો દર ઘટ્યો છે !!!
ગુજરાતની કહેવાતી ઈન્ટરનેશનલ શાળામાં “રિબોક”ના શૂઝ કમ્પલસરી છે. કિંમત માત્ર ૩૫૦૦=૦૦ રૂ. (આપણી સરકારી શાળાઓમાં દાતાશ્રીએ બાળકોને ચંપલો આપ્યાના ન્યૂઝ પેપરોમાં આવે છે)

નાસ્તામાં રોજ શું લાવવું તેનું મેનુ શાળા નક્કી કરે છે. અઠવાડિયાના અમુક દિવસ માટે જુદાં-જુદાં રંગ/ડીઝાઈનના યુનિફોર્મ નક્કી કર્યા છે.

વિદ્યાર્થીઓની પરીક્ષા લઈને જ એડમિશન આપવામાં આવે છે.
ઈન શોર્ટ એટલું જ કે “આર્થિક રીતે નબળા” અને “માનસિક રીતે નબળા” માટે આ શાળાઓ નથી.

ખાનગી શાળામાં ભણતા બાળકોની માતાશ્રીઓ બાળકને મળતા હોમવર્કના પ્રમાણમાપને આધારે “આજે રસોઈમાં ફલાણી વસ્તુ જ બનશે” એમ જાહેર કરે છે. લેશન વધારે હોય તો “એક ડીશ બટાકાપૌંઆ” અને લેશન ઓછું હોય તો “દાળ-ભાત, શાક, રોટલી અનલિમિટેડ” મળે છે !!

આખા ઘરના મેનેજમેન્ટનું કેંદ્રબિંદુ સ્કૂલ બની ગઈ છે.
એ દિવસ પણ દૂર નથી કે પ્રાથમિક શિક્ષણની ફી ભરવા માટે વાલીઓએ જી.પી.ફંડ ઉપાડવા પડશે. હાલ માત્ર ઉચ્ચ શિક્ષણ માટે લોન આપતી બેંકો પ્રાથમિક શિક્ષણ માટેની ફી ભરવાય લોનો આપશે.

પેલી જાહેરાતોમાં પાછું લખશે કે અમારે ફલાણી-ઢીંકણી બેંક સાથે ટાઈ-અપ છે, લોન પેપર ઉપલબ્ધ છે. બાળકના દફતર પર લખેલું જોવા મળશે “ બેંક ના સહયોગથી”
બીજી એક ખોડ છે, તેઓની શિક્ષણ પધ્ધતિ. એક “છત્રપતિ શિવાજી” નો પાઠ હોય અને બીજો “અમેરિકા ખંડ” નામનો પાઠ હોય. જે પાઠમાંથી પરીક્ષામાં વધારે ગુણનું પૂછાવાનું હોય તેના આધારે જે-તે પાઠને મહત્વ આપવામાં આવે છે. “છત્રપતિ શિવાજી” ના કોઈ ગુણ બાળકમાં ન આવે તો ચાલશે ,વાર્ષિક પરીક્ષામાં ગુણ આવવા જોઈએ.
ચાલો, છેલ્લે છેલ્લે ઈન્ટરનેશનલ લેવલે પણ આપણી શિક્ષણની ગરીબાઈ જોઈ લઈએ.

ભારતમાં પાંચ-છ આંકડામાં ફી લઈને ઉચ્ચ ક્વોલિટીના શિક્ષણની વાતો કરનાર એક પણ સ્કૂલ આંતરરાષ્ટ્રીય કક્ષાએ પ્રથમ ૫૦૦ માં પણ નથી. માત્ર ૧૩/૧૪ વર્ષની કાચી ઉંમરે આત્મહત્યા કરતા બાળકો સમાજને દેખાય છે ? આ આત્મહત્યા પાછળની તેની વેદના સમજાય છે ?
મારી વાત સાથે કોઈ સંમત થાય કે ન થાય એ અલગ વાત છે પણ હું “પ્રામાણિક અભણ મજૂર” અને “અપ્રામાણિક સાક્ષર અધિકારી” માં પ્રથમ વિકલ્પને પસંદ કરીશ.

જો નજરમાં દમ હશે તો થાંભલા અને પેન્સિલ વચ્ચેનો આ તફાવત સમજાઈ જશે.
આ કોઈ નકારાત્મકતા નથી. ઘણી સારી શાળાઓ છે જ. આ તો એવી શાળાઓની વાત હતી જે સરસ્વતી માતાની છબી ઓથે “વ્યાપાર” કરે છે !!!

તેના શિક્ષકોની લાયકાત તથા ચૂકવતા પગાર ની હજુ વાત કરવી નથી.. !!!!

સૌજન્ય: વ્હોટ્સએપ

આઈ લવ યુ ઓલ

આઈ લવ યુ ઓલ

i love you all

મિસ.આયસા એક નાના શહેરની પ્રાથમિક શાળામાં ધોરણ 5ની શિક્ષિકા હતા. તેમની એક ટેવ હતી તેઓ ભણાવવાનું શરુ કરતા પહેલા હંમેશા “આઈ લવ યું ઓલ” બોલતા. પણ તે જાણતા હતા કે તે સાચુ નથી બોલી રહ્યા, તે ક્લાસનાં બધા છોકરાઓને એટલો પ્રેમ નથી કરતા.ક્લાસમાં એક એવો છોકરો પણ હતો જેને મિસ.આયસાને જોવો પણ ન ગમતો.

તેનું નામ હતું રાજુ. રાજુ ખરાબ ને મેલી સ્થિતીમાં શાળાએ આવ-જા કરતો. તેના વાળ ખરાબ હોય, બુટની દોરી ખુલેલી હોય, અને શર્ટનાં કોલર પર મેલનાં નિશાન હોય. ભણાવતી વખતે પણ એનું ધ્યાન બીજે ક્યાંક રહેતું. મિસ.આયસા તેને વઢે એટલે ચોંકીને તેમની સામે જોતો,  તેના પરથી ચોખ્ખુ લાગતું કે તે ક્લાસમાં શારીરિક રીતે હાજર હોવા છતાં પણ માનસિક રીતે તે ક્લાસમાં નથી. ધીમે ધીમે મિસ.આયસાને રાજુ પ્રત્યે નફરત જેવું થવા લાગ્યું. ક્લાસમાં દાખલ થવાની સાથે જ તે મિસ.આયસા નાં ધીક્કારનો નીશાન બનવા લાગતો. બધાં જ ખરાબ અને કુટેવવાળા ઉદાહરણ રાજુંને સંબોધીને જ કરવામાં આવતા.  અને બીજા છોકરાઓ ખીલખીલાટ તેની ઠેકડી ઉડાવતા.

મિસ.આયસાને રાજુંને અપમાનિત કરીને સંતોષ થતો. જો કે રાજુંએ ક્યારેય પણ કોઈ વાતનો કોઈ જવાબ નહોતો આપ્યો. મિસ.આયસાને તે એક બેજાન પથ્થર ની જેવો લાગતો,  જેની અંદર મહેસૂસ નામ ની કોઈ વસ્તુ હતી જ નહી.  બધી જ ડાંટ અને વ્યંગ અને સજાનો જવાબમાં તે પોતાની ભાવનાભેર નજરથી મિસ.આયસાને જોતો અને પોતાની નજર નીચે કરી નાખતો. મિસ.આયસાને હવે તેના પ્રત્યે બહુ જ ઘીન્ન થવા લાગી હતી.

પહેલું સેમેસ્ટર પુરુ થયું. અને રીપોર્ટ બનાવવાનો સમય આવ્યો તો મિસ.આયસાએ રાજુ ના પ્રગતિ રીપોર્ટમાં આ બધા વીકપોઈન્ટ જ લખ્યા. પ્રગતિ રીપોર્ટ મમ્મી પપ્પાને દેખાડતાં પહેલા પ્રીન્સિપાલ પાસે જતો. પ્રીન્સિપાલે જ્યારે રાજુ નો પ્રગતિ રીપોર્ટ જોયો તો મિસ.આયસાને બોલાવ્યા. મિસ.આયસા પ્રગતિ રીપોર્ટ માં કંઈક તો પ્રગતિ લખવી હતી. તમે જે પણ લખ્યું છે તેનાથી રાજુનાં પપ્પા નારાજ થઈ જશે. “હું માફી માંગુ છુ” પણ રાજુ સાવ અસ્થિત અને ઠોઠ વિદ્યાર્થી છે.  મને નથી લાગતું કે હું તેની પ્રગતિમાં કશું લખી શકુ. મિસ.આયસા સહેજ ગુસ્સાભર્યા શબ્દોમાં બોલીને જતાં રહ્યા. પ્રીન્સિપાલને કંઈક સુજ્યુ, તેમને પટ્ટાવાળા ના હાથે મિસ.આયસાનાં ટેબલ પર રાજુનાં ગયા વર્ષોનાં પ્રગતિ રીપોર્ટ મુકાવી દીધા. બીજા દિવસે મિસ.આયસા એ ક્લાસમાં પ્રવેશ કર્યો તો તેમની નજર રીપોર્ટ પર પડી. ફેરવીને જોયો તો રાજુનો રીપોર્ટ હતો. પાછળનાં વર્ષોમાં પણ આવું જ કર્યુ હશે તેવું મનોમન વિચારી લીધું અને ક્લાસ 3 નો રીપોર્ટ જોયો. રીપોર્ટ વાંચીને તેમની આશ્ચર્યની કોઈ હદ ના રહી જ્યારે તેમને જોયું કે રીપોર્ટ તો વખાણ અને સારા પોઈન્ટથી ભરેલી હતી.

“રાજું જેવો હોશિયાર છોકરો મેં આજસુધી નથી જોયો”,  “બહુ જ સંવેદનશીલ છોકરો છે અને પોતાનાં મિત્રો અને શિક્ષકો પ્રત્યે બહુ જ લગાવ રાખે છે”.
છેલ્લા સેમેસ્ટરમાં પણ રાજુંએ પહેલો નંબર મેળવ્યો હતો. મિસ.આયસાએ અનિશ્ચિત સ્થિતિ માં ક્લાસ 4 નો રીપોર્ટ જોયો જેમાં લખ્યું હતું રાજુંની અંદર તેની મમ્મિની બિમારીનો બહું જ ઉંડો પ્રભાવ પડ્યો છે.  જેનાં કારણે તેનું ધ્યાન ભણવામાંથી ભટકી રહ્યુ છે, રાજુંની મમ્મિને અંતિમ ચરણનું કેન્સર છે. ઘરમાં તેનું ધ્યાન રાખવા વાળુ બીજુ કોઇ નથી. જેનો ઉંડો પ્રભાવ તેના ભણવામાં થઈ રહ્યો છે. રાજુંની મમ્મિ મૃત્યુ પામી છે, તેની સાથે જ રાજુંનાં જીવનની રોનક પણ. તેને બચાવવો પડ છે બહું વાર થઈ જાય તે પહેલા.

મિસ.આયસાનાં દિમાગ પર ભયાનક બોજ સવાર થઈ ગયો. ધ્રુજતા હાથે તેમને રીપોર્ટ બંધ કર્યો. આંખ માંથી આંસુની ધાર થવા લાગી.

 બીજા દિવસે જ્યારે મિસ.આયસા ક્લાસમાં દાખલ થયા અને રોજની જેમ પોતાનો પારંપરીક વાક્ય બોલ્યા “આઈ લવ યું ઓલ”. પણ તે જાણતા હતા કે તે આ વખતે પણ સાચુ નથી બોલી રહ્યા,  કારણ કે આ ક્લાસમાં બેઠેલો એક ઉલજેલા વાળવારા રાજું પ્રત્યે જ તેમને પ્રેમ મહેસૂસ થઈ રહ્યો હતો. ભણાવતા સમયે તેમને રોજની જેમ એક પ્રશ્ન રાજુંને પુછ્યો અને રોજની જેમ રાજુંએ તેનું માથુ નીચે જુકાવી દીધું. જ્યારે થોડા સમય સુધી મિસ.આયસા તરફથી કોઈ ડાંટ ફટકાર અને સહધ્યાયી તરફથી હાસ્યનો અવાજ તેના કાનમાં ન આવતાં તેને અચંબા સાથે માથુ ઉંચુ કરીને તેમની સામે  જોયુ. કોઈ કારણથી તેમનાં ચહેરા પર આજે ગુસ્સો ન હતો, હતું તો ફક્ત લાગણીભર્યુ સ્મિત. તેમને રાજુંને પોતાની પાસે બોલાવ્યો અને પ્રશ્નનો જવાબ જણાવીને તેને પણ બોલવાનો આગ્રહ કર્યો. રાજુ પણ 3/4 આગ્રહનાં પછી છેવટે બોલી જ પડ્યો. તેના જવાબ આપવાની સાથે જ મિસ.આયસા ખુશ થઈને તાળીઓ પાડી અને સાથોસાથ બધા પાસેથી  પણ પડાવી. પછી તો આ રોજની દિનચર્યા બની ગઈ. મિસ.આયસા બધા  પ્રશ્નનો જવાબ ખુદ જ આપતા અને રાજુનાં વખાણ કરતી. બધાં જ સારા ઉદાહરણ રાજુંને સંબોધીને જ કહેતા. ધીમે ધીમે રાજું સન્નાટાની કબર ચીરી ને બહાર આવતો રહ્યો.

હવે, મિસ.આયસાને પ્રશ્નની સાથે જવાબ દેવાની જરુર નહોતી પડતી. તે રોજ વગર અચકાયે જવાબ આપીને બધાને પ્રભાવિત કરતો અને નવા નવા પ્રશ્ન પુછીને બધાને હેરાનીમાં પણ મુકી દેતો. તેનાં વાળ હવે થોડા દરજ્જે સુધરેલા લાગતાં, કપડા પણ થોડા સારા અને સાફ લાગતા જેને કદાચ તે પોતે જ ધોવા લાગ્યો હતો.  જોત જોતમાં વર્ષ પુરુ થઇ ગયું અને રાજુ બીજા નંબરે પાસ થયો.  વિદાય સમારોહમાં બધા છોકરાઓ મિસ.આયસા માટે સુંદર ગીફ્ટ લાવ્યા હતા અને મિસ.આયસાના ટેબલ પર  ગીફ્ટનો ઢગલો થઇ ગયો. આ બધા સરસ રીતે પેક કરેલા ગીફ્ટમાંથી એક જુનાં છાપામાં અવ્યવસ્થિત રીતે પેક કરેલું ગીફ્ટ પણ પડેલું હતું. બધા છોકરાઓ તે ગીફ્ટ જોઈને હસવા લાગ્યા,  કોઈને જાણવામાં વાર ન લાગી કે આ ગીફ્ટ રાજું લાવ્યો હશે તે. મિસ.આયસાએ ગીફ્ટના ઢગલામાંથી તેને હળવેકથી બહાર કાઢ્યું. જેને ખોલીને જોયુ તો મહિલાઓ વાપરે તે અડધી વપરાયેલી અત્તરની શીશી અને એક હાથમાં પહેરવાનું મોટુ કડું હતું જેનાં મોટા ભાગનાં મોતી ખરી ગયેલા હતા. મિસ.આયસાએ ચુપચાપ તે અત્તરને પોતાના પર છાંટ્યુ અને હાથમાં કડું પહેરી લીધુ. છોકરાઓ આ જોઇને હેરાન થઈ ગયા. ખુદ રાજું પણ, છેવટે રાજુંથી રહેવાયું નહી અને તે મિસ.આયસા પાસે આવીને ઉભો રહી ગયો. થોડા સમય પછી તેને અટકતાં અટકતાં મિસ.આયસાને જણાવ્યું કે “આજે તમારી પાસેથી મારી મમ્મિ જેવી ખુશ્બુ આવે છે”.

સમયને જતાં ક્યા વાર લાગે છે. દિવસ અઠવાડીયું, અઠવાડીયું મહીનાઓ, મહીનાઓ વર્ષોમાં બદલાતાં ક્યા વાર લાગે છે. પરંતુ દરેક વર્ષના અંતે મિસ.આયસાને રાજું દ્રારા નિયમિત રુપે એક પત્ર મળતો જેમાં લખેલું હોતું કે “આ વર્ષે ઘણા નવા ટીચર્સને મળ્યો,  પણ તમારી જેવું કોઇ ન હતુ. પછી રાજું ની સ્કુલ સમાપ્ત થઈ ગઈ અને પત્રોનો વ્યવહાર પણ. ઘણા વર્ષો વીતી ગયા અને મિસ.આયસા પણ નિવૃત્ત થઇ ગયા.

એક દિવસ તેમને એક પત્ર મળ્યો જેમાં લખ્યું હતું.  “આ મહિના નાં અંતમાં મારા લગ્ન છે,  અને તમારા વગર  હું લગ્નની વાત વિચારી પણનાં શકુ. અને એક બીજી વાત હું જીવનમાં ઘણા લોકોને મળ્યો પણ  તમારી જેવું કોઇ નથી…..  લિ. ડોક્ટર. રાજું “.   સાથે જ એક વિમાનની આવવા જવાની ટીકીટ પણ હતી. મિસ.આયસા પોતાની જાતને રોકી ના શકી,  અને તે પોતાનાં પતિની રજા લઇને બીજા શહેર જવા નીકળી પડ્યા. લગ્નનાં દિવસે જ્યારે તેઓ લગ્નસ્થળ પર પોંહોચ્યા તો તેમને લાગ્યું કે સમારોહ પુરો થઇ ગયો હશે.

પણ,  આ જોઇને તેઓ આશ્ચર્ય ની કોઈ હદ નાં  રહી કે શહેરનાં મોટા મોટા ડોક્ટર્સ, બિઝનેસમૈન અને ત્યાં સુધી કે લગ્ન કરાવવાં વાળા પંડિતજી પણ થાકી ગયા હતાં. અને કહેતાં હતાં કે હવે કોણ આવવાનું બાકી છે..?  પણ રાજું સમારોહમાં લગ્નમંડપની બદલે ગેટની બાજુ નજર રાખીને તેમની રાહ જોતો હતો.

પછી બધાએ જોયું કે જેવો આ જુની શિક્ષીકાએ ગેટમાં પ્રવેશ કર્યો, તેવો જ રાજું તેમની બાજુ દોડ્યો અને તેમનો તે હાથ પકડ્યો જેમાં તેઓએ પેલું ટુટેલુ અને સડી ગયેલું કડું પહેરેલું હતું. અને તેમને હાથ પકડીને સીધો સ્ટેજ પર લઇ ગયો.  અને માઈક હાથમાં પકડીને બોલ્યો કે

“દોસ્તો તમે બધાં હંમેશા મારી માં વિશે પુછ્યા કરતાં હતાં, અને હું તમને બધાંને વચન આપતો કે બહું જલ્દી જ તમને બધાંને  તેમની સાથે મળાવીશ.

“આ છે મારી માં”

વ્હાલા દોસ્તો આ સુંદર  વાર્તાને ફક્ત શિક્ષક અને શિષ્ય નો સબંધ ને લિધે જ નાં વિચારતાં,

તમારી આજુબાજુ જુઓ,  રાજું જેવા ઘણા ફુલ કરમાઈ રહ્યા છે,  જેને તમારા થોડા ધ્યાનથી, પ્રેમથી અને સ્નેહથી નવું જીવન આપી શકો છો.