Browsed by
Tag: રાજકારણ

નાગરિકોને…

નાગરિકોને…

રાજકારણમાં રસ લેતા મિત્રોને જણાવવાનું કે અતિ દિલથી રાજકીય રસ લેવો નહીં. સારા માણસ ટિકિટથી વંચિત રહે છે. બાહુબલીને ટિકિટ મળે છે ત્યારે દિલને આંચકો લાગે.

બધા ભારતીયો તથા કુદરતની તમામ રચનાને ચાહવું. કોઈને નફરત કરવી નહીં. ગામમાં સંપ રહે, સોસાયટી માં સંપ રહે, કુટુંબમાં સંપ રહે તેટલું જ રાજકીય ઉમેદવારનું ખેંચવું. બાકી આજે એક પક્ષમાં છે, તે કાલે બીજા પક્ષમાં જતા રહેશે. તમારી પસંદગી બીજા ઉપર થોપવી નહીં. બીજાની સ્વતંત્રતાનો આદર કરવો.
બહુ દુઃખી થવું નહીં, જાડી ચામડીના થવું. ધંધામાં ધ્યાન રાખવું. કોઈ પક્ષને વધારે દેશભક્તિવાળો સમજીને કુદી ન પડવું. તમારે “ડાયરેકટ દેશહિત” કરવું. પાવરચોરી ન કરવી. ટ્રાફિકના નિયમો પાળવા. ગંદકી ન કરવી. માતાપિતાની સેવા કરવી. સગા ભાઈને આર્થિક મદદ કરવી. કોઈને નડવું નહીં. સોસાયટીમાં ગાડીનું પાર્કિંગ કોઈને નડે એમ ન કરવું. ગરીબ ફેરિયા પાસે બહુ કસ ન મારવો. પાણી બહુ બગાડવું નહીં. તમાકુના માવા ખાઇને જ્યાં- ત્યાં થુકવું નહીં. આવી અનેક દેશહિતની સેવા છે. બાકી ટીવીના ડિબેટમાં દેશહિતમાં જે મુદ્દા ઉપાડે તે સાંભળવામાં સમય બગાડવો નહીં અને મોટેથી ટીવીનો અવાજ કરી ઘરમાં પત્ની, બાળકો, માતાપિતાને ખલેલ પહોંચાડવી નહીં. તેમજ રાજકીય લોકોના મેસેજ વોટ્સએપ કે અન્ય સોશિયલ મીડિયા પ્લેટફોર્મમાં બહુ ફોરવર્ડ કરી સામેવાળાનો સમય બગાડવો નહીં. આ બધી દેશસેવા જ છે. પ્રિય દેશવાસીઓ, રાજકીયલોકો જે ચૂંટણી સમયે દેશહિતના મુદ્દા લાવે છે એ મુદ્દાઓ દેશહિતના હોતા નથી, પણ ફક્ત ચૂંટણી જીતવાના જ હોય છે. માટે ધંધામાં ધ્યાન આપો. મતદાન કરજો પણ, કોઈની સાથે સંબંધ બગાડતા નહીં.
– એક ભારતીય.