ગુજરાતી સુવિચાર
(૧)
“વેદ” વાંચવા સરળ છે
પણ
જે દિવસે તમે કોઈની
“વેદના”
વાંચી લીધી તો સમજી જજો
જીવન “સફળ” છે.(૨)
ભરોસો બહુ ભારે
હોય છે ,જે હર એક ના ખંભે
ન મૂકી શકાય ….✍️(૩)
‘લંકા’ ના રાવણ કરતાં
પણ ‘શંકા’ નો રાવણ
ખતરનાક છે…જે સમજ, શાંતિ અને
સંબંધો નુ હરણ કરી
જાય છે…!!(૪)
વાણી થી માફ કરવા મા સમય નથી લાગતો,
પણ દિલ થી માફ કરવા મા જીંદગી નીકળી જાય છે….
(૫)
“ધીરજ” ધરી શકે એ ધાર્યું કરી શકે…
“સહન” કરે એ સર્જન કરી શકે..
” જતુ ” કરે એ જાળવી શકે… અને
” સ્વીકારી” શકે એ સમજી શકે….
(૬)
નામ, નસીબ અને નફો એ કુદરતનો ખેલ છે.
કોને ક્યારે શું આપવું એ ઉપરવાળો જ નક્કી કરે છે.
સંતોષ સાથે સુવું, અરમાન સાથે ઉઠવું અને સ્વમાન સાથે જીવવું એ જ સાચી જિંદગી.(૭)
તમારુ સ્મિત તમારો લોગો છે..
તમારુ વ્યક્તિત્વ તમારુ બિઝનેસ કાર્ડ છે..
અને સાહેબ..
તમે જે રીતે બધાની સાથે વર્તો છો ને..
એ તમારો ટ્રેડમાર્ક છે..
(૮)
હારી જવું એ ખોટું નથી
પણ હાર માની લેવી એ ખોટું છે,
કેમ કે પૂર્ણવિરામ એ અંત નથી પરંતુ
નવા વાક્યની શરૂઆત પણ છે !!(૯)
તમે માત્ર નિમિત્ત છો…
તમને ઓપરેટ તો કોઈક બીજું જ કરે છે.
તમે કાંડે “ઘડિયાળ” બાંધી શકો.
“સમયને” નહિ..!!
(૧૦)
“ગુમાવ્યા” નો હિસાબ કોણ રાખે સાહેબ,
અહિં તો જે મળ્યું એમા “આનંદ” છે.“માસિક આવક” કરતા “માનસિક આવક” બમણી કરો તો જ મોજ આવશે…!!!
વધુ સુવિચારો માટે મુલાકાત લેતા રહેજો…
Auto Amazon Links: No products found. (1 items filtered out)