રામ રાખે તેમ રહીએ
રામ રાખે તેમ રહીએ ઓધવજી !
કોઈ દિન પે’રણ હીર ને ચીર,
કોઈ દિન સાદા ફરીએ…ઓધવજી.
કોઈ દિન ભોજન શીરો ને પુરી,
કોઈ દિન ભૂખ્યા રહીએ… ઓધવજી.
કોઈ દિન રહેવાને બાગ બગીચા,
કોઈ દિન ભોંય પર સૂઈએ…ઓધવજી.
બાઈ મીરાં કહે પ્રભુ ગિરિધરનાં ગુણ,
સુખ-દુઃખ સર્વે સહીએ… ઓધવજી