બસ, દોડતા રહો
૧૯૮૭ ની વાત છે. ઇટાલી ના રોમ માં એથ્લીક્સ ની વર્લ્ડ ચેમ્પીયનશીપ થઇ રહી હતી..
૧૫૦૦ મીટર ની દોડ માં ભારતનું પ્રતિનિધિત્વ કાશ્મીરાસિંગ કરી રહ્યા હતા.
૧૫૦૦ મીટરની દોડ માં ટ્રેક ના કુલ પોણા ચાર ચક્કર લગાવવાના હોય છે. મતલબ પહેલા રાઉન્ડ માં ૩૦૦ મીટર અને બાકીના ત્રણ રાઉન્ડ માં કુલ ૧૨૦૦ મીટર..
દોડ શરુ થઇ…
કાશ્મીરાસિંગ દોડની શરૂઆતથીજ સૌથી આગળ રહ્યા. ટ્રેક પર લગભગ ૪૦ પ્રતિનિધિ દોડી રહ્યા હતા. પણ કાશ્મીરાસિંગ સૌથી આગળ હતા. કોમેન્ટેટરે જણાવ્યુ કે ભારતનો એંથલીક સૌથી આગળ દોડી રહ્યો છે.
૩ રાઉન્ડ સુધી કાશ્મીરાસિંગ સૌથી આગળ હતા. પણ કોમેન્ટેટરે એમની આ દોડથી જરાય ઈમ્પ્રેસ નહતો. કોમેન્ટેટરે ની નજર એમની પાછળ દોડી રહેલા અન્ય બે એંથલીક પર હતી.
ખેર, ચોથો અને અંતિમ રાઉન્ડ શરુ થયો…
એક એથ્લીક દોડીને કાશ્મીરાસિંગ થી આગળ આવી ગયો. અને પછી કાશ્મીરાસિંગ ક્યાંક ખોવાઈ ગયા, અને પછી ક્યારેય ના દેખાયા. પાછળથી અમે જયારે રેકોર્ડ બુક જોઈ તો જાણવા મળ્યું કે ચોથા રાઉન્ડ માં કાશ્મીરાસિંગ છેક ૪૦ માંથી ૩૮ માં નંબરે હતા.
જીવન ની દોડ માં એ વાતથી કોઈ ફર્ક નથી પડતો કે તમે પહેલા રાઉન્ડ માં આગળ છો કે નહિ, ફર્ક એ વાતથી પડે છે કે ફીનીશીંગ લાઈન પર સૌથી પહેલા કોણ પહોચે છે.
એ દોડ માં સોમાલિયાના abdi bile ફીનીશીંગ લાઈન પર સૌથી પહેલા પહોચ્યા અને ગોલ્ડ મેડલ જીત્યો. ઈતિહાસ માં નામ abdi bile નું લેવાય છે કાશ્મીરાસિંગ નું નહિ….
આજ કાલ ૧૦મી અને ૧૨મી બોર્ડ ના રીઝલ્ટ આવી રહ્યા છે. 95% માર્ક્સ લાવવા વાળાઓના અભિભાવકો મોટા ગર્વથી એમના નામ અને ફોટો છાપામાં આપી રહ્યા છે. જે વિધાર્થીઓને 54% માર્ક્સ આવ્યા એમના વાલીઓ પાસે ગર્વ કરવા માટે શું કંઈજ નથી ?????
મિત્રો હજીતો જીવન ની મેરેથોન દોડ નો પહેલોજ રાઉન્ડ પૂરો થયો છે. ફીનીશીંગ લાઈન પર કોણ જાણે કોણ પહોચશે સૌથી પહેલા? શરૂઆત માં ખુબ તેજ ભાગવા વાળા જરૂરી નથી કે એજ જોશથી આગળ પણ ભાગતા રહેશે!! સૌથી આગળ એજ આવશે જે ધેર્ય પૂર્વક લાગેલો રહેશે. એ જે હાર માન્ય વગર દોડતો રહેશે. એ જેની આંખો હંમેશા લક્ષ ઉપર રહેશે…
જીતવું જરૂરી પણ નથી., આનંદ તો દોડ પૂરી કરવામાં પણ છે…
જીવન ની અસલી દોડ અક્સર 54% વાળાજ જીતતા હોય છે…
યાદ રાખજો, ચાઇનીસ બમ્બૂ ખુબ મોડો ઉગે છે. પણ ઉગતાની સાથેજ માત્ર ૭ સપ્તાહ માં ૪૦ ફૂટ નો થઇ જાય છે…
“ક્યાય રોકાતા નઈ,, બસ દોડતા રહો”
2 thoughts on “બસ, દોડતા રહો”
Khub saras…
સરસ જાણકારી આપી તમે..