પ્રભુ એટલું આપજો
પ્રભુ એટલું આપજો કુટુંબ પોષણ થાય ,
ભુખ્યા કોઈ સુવે નહિ , સાધુ સંત સામાય.
અતિથિ ભોઠો નવ પડે , આશ્રિત ના દુભાય ,
જે આવે મમ આંગણે , આશિષ દેતો જાય .
સ્વાભાવ એવો આપજો , સૌ ઈચ્છે મમ હિત ,
શત્રુ ઈચ્છે મિત્રતા , પાડોશી ઈચ્છે પ્રીત .
વિચાર વાણી વર્તને, સૌનો યાચું પ્રેમ .
સગા , સ્નેહી કે શત્રુનું , ઈચ્છું કુશળ ક્ષેમ