પસંદગીની પંક્તિઓ – ૧

પસંદગીની પંક્તિઓ – ૧

*તમે આવો ને સન્માન મળે એના કરતા તમે જાઓ ને તમારી ખોટ વર્તાય એવું કામ કરજો

*સંપ,
માટી એ કર્યૉ,
ને ઈંટ બની.
ઈંટો નુ
ટોળુ થયુ,
ને ભીંત બની.
ભીંતો
એક બીજાને મળી,
ને ” ઘર ” બન્યું.

*જો નિર્જીવ વસ્તુઓ પ્રેમ અને લાગણી સમજતી હોય, તો આપણે તો માનવી છીએ.

*સહુ ને ભેગા કરવાની તાકાત પ્રેમમાં છે, અને સહુને નોખા કરવાની તાકાત વહેમમાં છે.

*જોઈતું મળી જાય એ “સમૃદ્ધિ” છે,
પણ
એના વિના ચલાવી શકીએ એ તો “સામર્થ્ય” છે.

*અનુકૂળ સંજોગોમાં જીવતો માણસ સુખી છે..
પણ
સંજોગોને અનુકૂળ બનાવીને જીવતો માણસ પરમ સુખી છે..!

*અજબ નળીઓ ગોઠવી છે પ્રભુએ દેહમાં,
ભરાય છે દિલમાં
અને
છલકાય છે આંખમાં…

*એ નદી હતી….
પાછળ કોઈ દિવસ વળી નહી,
હું સમુદ્ર હતો ….
આગળ કોઈ દિવસ વધ્યો નહી.

*લાગણીઅોની હત્યાનો આક્ષેપ કોના કોના પર લગાવું..
મને જ શોખ હતો સમજદાર બનવાનો…

*હળવાશથી કહેશો
તો કોઈની જોડે
કડવાશ નહિ થાય.

*મીટ્ટી કા દિયા સારી રાત અંધેરે સે લડતા હૈ,
તું તો ખુદા કા દિયા હૈ તો ફીર કીસ બાત સે ડરતા હૈ!

*ધીરજ એટલે,
રાહ જોવાની ક્ષમતા નહિ,
પણ,
રાહ જોતી વખતે સ્વભાવને
કાબુમાં રાખવાની ક્ષમતા.

*લખેલા શબ્દોની કિંમત કેટલી..??
વાંચનારની સમજણ જેટલી…!!

*જે જાત માહિતી થકી જાણે છે તેના ચિત્તમાં જ્ઞાન છે.. અને જે માત્ર અભિપ્રાય બાંધે છે તેના ચિત્તમાં માત્ર અભિપ્રાય જ વસે છે. અભિપ્રાય એ જ્ઞાન નથી.

*દિવસ માં એકવાર પોતાની જાત સાથે વાત કરો, નહીંતર તમે દૂનિયા ના સૌથી બુદ્ધિશાળી માનવી સાથે વાત કરવાની તક ગુમાવી દેશો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *