નાની આંખો સામે તું
રાત અને દિવસ
બાળકની નાની આંખો
નિરખે તુજ(મા-બાપ)ને.
તારા પ્રત્યેક શબ્દ
પર લાગે તેના કાન.
તેના નાના હાથ ઇચ્છે
તારા જેવું જ કર્મ.
સ્વપ્નમાં પણ જુએ
તારા જેવું જ બનવું .
સૌથી વધુ બુદ્ધિશાળી
તુજ એનો આદર્શ છે.
રત્તીભાર સંદેહ નથી
તેને તારા પર.
ભક્તિથી કરે છે તે
ભરોસો તારા પર.
તારી કથની કરણી
સવાર છે તેના પર.
તારો ગર્વ કરે છે બધે
તેથી જ તે બનશે તુજશો.
આશ્ચર્યથી બાળક કરે
અતૂટ વિશ્વાસ તારામાં.
તેની નાની આંખો તને
દિન-રાત તાકે છે.
બનાવે છે રાહ તે
તારા નિત્ય કર્મથી.
તેને ઇન્તજાર છે,
મોટું થઈ બનવું
તારા જેવું જ…