દીકરાને પત્ર

દીકરાને પત્ર

“”એક સમજુ પિતાનો તેમના દીકરાને પત્ર :
========================

પ્રિય પુત્ર,
આ પત્ર હું તને ૩ કારણોસર લખું છું ..

૧) જીવન, નસીબ અને મૃત્યુ કોઈ જાણી શક્યું નથી. તો અમુક વાત જરૂરી છે કે વહેલામાં વહેલી જ કહી દેવાય .

૨) હું તારો પિતા છું અને આવી વાત જો હું નહિ કહું તો તને કોઈ જ નહિ કહી શકે.

૩) આ બધી વાત હું મારા અનુભવ થી કહું છું અને જો હું નહિ કહું તો પણ તું તારા જીવન થી શીખીશ જ પણ ત્યારે તને વધુ તકલીફ પડશે અને કદાચ સમય પણ નહિ હોય.. જીવન સારુંને શાંતિ થી જીવવા આટલું જ કરજે

૧) જો કોઈ તારી સાથે સારો વ્યવહાર ન કરે તો મનમાં ન લાવીશ. તારી સાથે સારી રીતે વર્તવાની ફરજ ફક્ત મારી અને તારી મમ્મીની જ છે. બાકી દુનિયાનો કોઈ પણ વ્યક્તિ તને દુખ આપી શકે છે. તો એના માટે માનસિક રીતે હમેશા તૈયાર જ રહેવું . કોઈપણ તારી સાથે સારૂ વર્તન કરે તો એનો આભાર વ્યક્ત કરવો પણ હમેશા સાવચેત રેહવું. આ દુનિયામાં મારી અને તારા મમ્મી સિવાય બધાનો સારા વ્યવહાર પાછળ કોઈ હેતુ / સ્વાર્થ પણ હોઈ શકે. ઉતાવળમાં કોઈ ને સારા મિત્ર નહીં માની લેવા.

૨) દુનિયામાં કોઈ પણ એવી વસ્તુ નથી કે જેના વગર જીવી નહીં શકાય. આ વાત તને ખાસ કામ લાગશે જયારે તને કોઈ તરછોડી દેશે કે તારી પસંદની વ્યક્તિ કે વસ્તુ તને નહિ મળે. જીંદગી ચાલ્યા જ કરે છે અને બધી વસ્તુ કે વ્યક્તિ વગર ખુશ રહેતા શીખજે .

૩) જિંદગી ટૂંકી છે. જો તું આજનો દિવસ વેડફીશ તો કાલે તને જિંદગી પૂરી થતી લાગશે. તો જિંદગી ના દરેક દિવસ, દરેક પલ નો સદુપયોગ કર.

૫) અભ્યાસમાં ઘણા નબળા માણસો પણ સફળ બન્યા છે. પણ એનો મતલબ એ નથી કે અભણ કે અભ્યાસમાં નબળો માણસ સફળ જ થાય. વિદ્યાથી વધુ કશું જ નથી. ભણવાના સમયે ધગશથી ભણજે.

૬) હું નથી ઈચ્છતો કે નથી આશા રાખતો કે તું મને મારા વૃદ્ધ સમયમાં મદદ કરે. અને હું પણ તને આખી જીંદગી સહારો આપી શકીશ નહિ. મારી ફરજ તને મોટો કરી, સારું ભણતર આપી પૂરી થાય છે. એ પછી તું BMW માં ફરીશ કે પછી સરકારી બસમાં એ તારી મહેનત અને આવડત ઉપર નિર્ભર છે.

૭) તું તારું વચન હમેશાં પાળજે. પણ બીજા એમનું વચન પાળશે જ એવી આશા ન રાખતો. તું સારું કર. પણ બીજા સારું જ કરશે એવી આશા પણ નહીં રાખતો. જો આ વાત તને સમજાઈ જશે તો તારા જીવન ના મોટા ભાગના દુઃખ દૂર થઇ જશે.

૮) મેં ઘણી લોટરીની ટિકિટ ખરીદી છે તેમાંથી એક પણ લાગી નથી. જીવનમાં એમ નસીબથી જ અમીર થવાતું નથી. એના માટે ખૂબ મહેનત કરવી જ પડે છે. તો મહેનત થી કોઈ દિવસ ભાગતો નહિ.

૯) જીવન ખુબ જ ટૂંકું છે અને કાળ નો ભરોસો નથી તો જેટલો વધુ સમય આપણે સાથે વીતાવી લઈએ. તારે પણ વધુમાં વધુ સમય પરિવાર સાથે વિતાવવો.

મિત્રો જો આ વાક્યો સોનેરી લાગ્યા હોઈ તો વધુમાં વધુ શેર કરજો .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *