ટકી ના શકે
હિંસાના પાયા પર ઉભેલી ઈબાદત ટકી ના શકે,
શોષણના પાયા પર ઉભેલી શહોરત ટકી ના શકે.
શંકાના પાયા પર ઉભેલી મહોબ્બત ટકી ના શકે,
અજ્ઞાનના પાયા પર ઉભેલી મહારથ ટકી ના શકે.
સ્વાર્થના પાયા પર ઉભેલી સારપ ટકી ના શકે,
નકલના પાયા પર ઉભેલી બનાવટ ટકી ના શકે.
ઈર્ષાના પાયા પર ઉભેલી બગાવત ટકી ન શકે,
વેરના પાયા પર ઉભેલી સમજાવટ ટકી ના શકે.
માટીના પાયા પર ઉભેલી ઈમારત ટકી ના શકે,
અન્યાયના પાયા પર ઉભેલી અદાલત ટકી ના શકે.
અનિચ્છાના પાયા પર ઉભેલી પતાવટ ટકી ના શકે
બેઇમાનીના પાયા પર ઉભેલી શરાફત ટકી ના શકે.
- – મૃગાંક શાહ
2 thoughts on “ટકી ના શકે”
Beautiful
Thanks