જુદા જુદા

જુદા જુદા

ભાવ જુદાં, ભાવાર્થ જુદાં…
શબ્દ જુદાં, શબ્દાર્થ જુદાં…

હ્રદય હ્રદય ના ભાવ જુદાં…
સૌ સૌના ઘાવ પણ જુદાં ,

માનવી માનવીની જાત તો એક
પણ માનવ માનવે મન જુદાં …

કોઇ લાખનો તો કોઇ ખાખનો
સૌના વેચાણ ના ભાવ જુદાં..!

મહામુલુ આ માનવજીવન
જીવવાના અંદાજ જુદાં .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *