ચકી અને હું
ચકી ગોઠવે તે સળી
અને હું ગોઠવું સોફાસેટ,
ચકી નું ઘર તે ગોખલો,
અને મારું ઘર તે ફ્લેટ!
ચકી લાવે ચોખા દાણો,
ચકો લાવે બસ દાળ,
હું મથું આખો મહિનો ,
અને લાવું તે પગાર !
ચકો ચકી મજા કરે ,
આખો દિ’ ચીં ચીં કરે !
અમે બંન્ને ડોબા જેવા ,
ટીવી મોબાઇલને ખોળે!
નાના નાના બચ્ચા
પછી માળો કરે કિલ્લોલ!
અમે બે સાવ એકલા, અને
ઉદાસી નું હલ્લા બોલ!
બચ્ચા મોટા થયા,
લઇ પાંખો એ ઉડી ગયા!
સંસાર બધો સરી ગયો,
ચકો ચકી એકલા રહી ગયા!
અમે બંન્ને અબુધ જેવા,
ફોન ની રાહ જોયા કરીએ.
ચકા ચકીમાંથી શિખ્યા વિના,
અમથા અમથા રોયા કરીએ!
ઘડી બે ઘડી નો સંસાર એમનો,
પછી ઉડી જવું માયા બધી મુકી.
આટ્લું અમથું અમે શીખ્યા નહી,
છુટ્યું બધુ માયા તો’ય ના છુટી!