- જ્યાં સંસ્કાર બળવાન છે ત્યાં શિખામણ બધી મિથ્યા વધારો થઈ પડે છે.
- સેંકડો અનુભવોથી હું એ તારણ કાઢી શક્યો છું કે જેની નિષ્ઠા સાચી છે તેને પ્રભુ ઉગારી લે છે.
- સાચું બોલનાર ને સાચું કરનારે ગાફેલ પણ ન રહેવું જોઈએ.
- મેં જોયું કે નઠારા અક્ષર એ અધૂરી કેળવણીની નિશાની ગણવી જોઈએ.
- સારા અક્ષર એ વિદ્યાનું આવશ્યક અંગ છે.
- મિત્રતા સરખા ગુણવાળા વચ્ચે શોભે ને નભે.
- આપઘાતનો વિચાર કરવો સહેલો છે, આપઘાત કરવો સહેલો નથી.
- ધર્મ એટલે આત્મભાન, આત્મજ્ઞાાન
- હું તુલસીદાસના રામાયણને ભક્તિમાર્ગનો સર્વોત્તમ ગ્રંથ ગણું છું.
- અપકારનો બદલો અપકાર નહિ પણ ઉપકાર જ હોઈ શકે એ વસ્તુ જિંદગીનું સૂત્ર બની ગઈ.
- સારા કામમાં સો વિઘ્ન હોય.
- સ્વાદનું ખરું સ્થાન જીભ નથી પણ મન છે
- જેને રામ રાખે તેને કોણ ચાખે ?
- સ્વાર્થ સહુને આંધળાભીત કરી મૂકે છે.
- મારી જીભ કે કલમમાંથી વિચાર્યા વિના કે માપ્યા વિના ભાગ્યે જ કોઈ શબ્દ નીકળે છે.
- ભગવદ્ ગીતા અમૂલ્ય ગ્રંથ છે, આજે તત્ત્વજ્ઞાાનને સારું હું તેને સર્વોત્તમ ગ્રંથ ગણું છું.
- ત્યાગમાં ધર્મ છે, એ વાત મનને ગમી
- મહાપુરુષો કોઈના પોશાક સામુ નથી જોતા, તેઓ તો તેના હૃદયને તપાસેછે.
- દુનિયાના ચાલતા ઘણા નશાઓમાં તમાકુનું વ્યસન એક રીતે સહુથી ખરાબ છે.
- તમારું જે હોય તે એવી રીતે વાપરો કે બીજાની મિલકતને નુકસાન ન પહોંચે.
- જે વસ્તુ જાહેરમાં ન કરાય તે છૂપી રીતે કરવા મારું મન જકબૂલ ન કરતું.
- … પણ ગરજને જ્ઞાાન ક્યાંથી હોય ?
- મારો હું ધર્મ પૂરો સમજી ન શકું ત્યાં લગી મારે બીજા ધર્મોનો સ્વીકાર કરવાનો વિચાર ન કરવો જોઈએ.
- સત્ય વાતને વળગી રહેતા કાયદા એની મેળે આપણી મદદમાં ગોઠવાઈ જાય છે.
- સત્ય વજ્ર જેવું કઠણ છે, ને કમળ જેવું કોમળ છે.
- શુદ્ધ હિસાબ વિના શુદ્ધ સત્યની રખેવાળી અસંભવિત છે.
- તૂટયું વાસણ ગમે તેટલું મજબૂત સાંધો, છતાં એ સાંધેલું જ ગણાશે.
- નાનું દુઃખ પણ દૂરથી જોતાં મોટું જણાય છે
- પ્રેમ કયાં બંધનોને તોડી શકતો નથી ?
- અમુક પ્રસંગે મનુષ્ય શું કરશે એ નિર્ણયપૂર્વક કહી જ ન શકાય.
- વ્રત બંધન નથી, પણ સ્વતંત્રતાનું દ્વાર છે.
- જે વસ્તુ ત્યાજ્ય છે તેનો સર્વથા ત્યાગ કરવામાં હાનિ કેમ હોઈ શકે?
- લોકોની પાસેથી કંઈ પણ કામ કરાવવું હોય તો ધીરજ રાખવી જોઈએ.
- જાહેર સેવકને અંગત ભેટો ન હોય એવા અભિપ્રાય પર હું આવેલો છું.
- કરણી તેવી ભરણી, કર્મને મિથ્યા કોણ કરનારું છે ?
- આહાર તેવો ઓડકાર માણસ જેવું ખાય છે તેવો થાય છે.
- સારાં કામ પ્રત્યે આદર અને નઠારા પ્રત્યે તિરસ્કાર હોવો જ જોઈએ.
- બધાના ભલામાં આપણું ભલું રહેલું છે.
- ઉપવાસમાં વાસના અને સ્વાદની જીતવાની ભાવના ન હોય તો જ તેનું શુભ ફળ મળે.
- શુદ્ધ સત્યની શોધ કરવી એટલે રાગદ્વેષાદિ સર્વથી મુક્તિ મેળવવી.
- કોઈ દેહધારી બાહ્ય હિંસાથી સર્વથા મુક્ત નહીં થઈ શકે
- ઊંઘતાને જગાડી શકાય જાગતો ઊંઘે એના કાનમાં ઢોલ વગાડો તો ય ન સાંભળે
- સત્યથી ભિન્ન કોઈ પરમેશ્વર હોય એવું મેં નથી અનુભવ્યું.
- આત્મશુદ્ધિ વિના જીવમાત્રની સાથે ઐક્ય ન સધાય.
- અહિંસા એ નમ્રતાની પરાકાષ્ટા છે.
- આત્માની દૃષ્ટિએ પાળેલી નીતિ તે ધર્મ
- સત્યના શોધકને રજકણથી પણ નીચે રહેવું પડે (પ્રસ્તાવના)