આજ ફિરસે જય રફી
આજે ૩૧મી જુલાઈએ…તમારી પાસે આજે ૫૩ મિનિટ્સ છે?
જો તમે ‘હા’ કહ્યું હોય તો: મધમાં લીંબુ, મરી-સિંધવ, થોડોક જીરું પાવડરનું મિશ્રણ લઇ મોટા થર્મોસી ગ્લાસમાં તેનું પાણી બનાવી તેના પર ગુલાબની કેટલીક પાંખડીઓ છાંટી જે ડ્રિન્ક મળે તેની અસર મેળવવી હોય તો નીચે શેર કરેલી આપેલી ઓડિયો લિંકને હેડફોનમાં સાંભળવા બેસી જાજો.
કારણ?
૩ વર્ષ પહેલા રાજકોટ આકાશવાણી પર સલીમભાઇ સોમાણીએ રફી સાહેબના એક એર-કન્ડિશન્ડ ચાહક એવાં મધુસુદનભાઈ ભટ્ટનો ઇન્ટરવ્યૂ લીધેલો. જેમાં રફી સાહેબના રેર ગીતોની રમઝટ માણવામાં આવી છે.
(આ મધુસુદનભાઈ એ જ મૅન છે જેમણે વર્ષો સુધી ફર્માઇશન લિસ્ટમાં તેમનું નામ ‘કોમન’ બનાવ્યું હતું.)
રફી સાહેબના જ સાવ જુના અને પછી એમાંથી જ નવા બનેલા ગીતો વચ્ચે કેવી સામ્યતા અને સૌમ્યતા હતી તે ફીલ થઇ જશે.
તો બાબા રફીની આજની પુણ્યતિથિ નિમિત્તે તેમના અવાજ પર ઉપર બતાવેલ મધના પાણીમાં રહેલી પાંખડીઓથી પુષ્પાઅંજલિ.
આજ ફિરસે જય રફી !
(ખુલ્લી સુનવણી: સાંભળ્યા બાદ ‘આહ ! અને વાહ !’ના અવાજો નીકળ્યા હોય તો શ્રદ્ધાંજલિ રૂપે લાઈક આપી જવી.)